Close

જીલ્લા મધ્યાહન ભોજન કચેરી

ગુજરાત રાજ્યમાં મધ્યાહન ભોજન યોજના વર્ષ-૧૯૮૪માં શરૂ થઇ છે. મધ્યાહન ભોજન યોજનામાં રાજ્ય સરકારનો ૨૫% તથા કેન્દ્ર સરકારનો ૭૫% હિસ્સો છે. સરકારી તેમજ સરકારી સહાયતા મેળવતી, સ્થાનિક પંચાયતી સંસ્થા દ્વારા સંચાલિત પ્રાથમિક તેમજ ઉચ્ચ પ્રથમિક શાળાઓ ચાલુ હોય તેવા દિવસોમાં સંપૂર્ણ મફત મધ્યાહન ભોજન આપવાની જોગવાઇ છે.

મુખ્ય કામગીરી:

  • આ યોજનાનો મુખ્ય હેતુ પ્રાથમિક શાળાના વિધ્યાર્થીઓને ગરમ અને પોષણક્ષમ ખોરાક પૂરો પાડવાનો છે..
  • બાળકોમાં પોષણ વધારવું-બાળકોને પોષણક્ષમ ભોજન પૂરૂ પાડવું.
  • સમાજના ગરીબ વિધ્યાર્થીઓને શાળામાં નિયમિત કરવા, હાજરી વધારવા, તેઓને વર્ગખંડની પ્રવૃતિઓમાં આકર્ષિત કરવા અને શાળામાં રસ લેતા કરવા માટે પ્રોત્સાહિત કરવાની યોજના છે.
  • શાળાઓમાં અધવચ્ચે અભ્યાસ છોડી દેતા વિધ્યાર્થીઓનું પ્રમાણ ઘટાડવાનો હેતુ છે.
  • આ યોજનાનો ગૌણ હેતુ ગ્રામીણ વિસ્તારમાં રોજગારી પૂરી પાડવાનો છે.

સેવા શ્રેણી : મધ્યાહન ભોજન યોજનાનું જીલ્લા કક્ષાએ સંચાલન કરવું.

સંબંધિત શાખા : ગાંધીનગર કક્ષાએ કમિશનરશ્રી, મભોયો અને તેની ઉપર તાલુકા કક્ષાની મધ્યાહન ભોજન યોજના શાખા.

મુખ્ય કાર્યો:

  • બાળકોને ગરમ રાંધેલો ખોરાક પુરો પાડવો.
  • બાળકોનું પોષણ સ્તર વધારવું.
  • ગરીબ બાળકોનો શાળામાં હાજરીનો દર વધારવા, નિયમિત શાળાએ આવવા તથા શાળાકિય પ્રવ્રુત્તિમાં ભાગ લેવા પ્રોત્સાહિત કરવા.
  • બાળકોનો શાળા છોડવાનો દર ઘટાડવો.
  • નવા મેનુના અસરકારક અમલીકરણ પર દેખરેખ.
  • યોજનાના અસરકારક અમલીકરણ માટે મધ્યાહન ભોજન યોજના ના કેન્દ્રોની તપાસણી
  • મધ્યાહન ભોજન યોજના સંદર્ભે થયેલ ખર્ચની વિગતો તાલુકા પાસેથી મેળવી કમિશ્નરશ્રી, મધ્યાહન ભોજન યોજના, ગાંધીનગરની કચેરીએ મોકલી આપવી.
  • ડી.સી. બિલની તપાસણી તથા એ.જી.શ્રીની કચેરી, રાજકોટને મોક્લી આપવા.
  • એમ.આઇ.એસ પર ડેટા એંટ્રી
  • પગારબિલ તથા કંટીજંસી બિલ બનાવવા
  • લાભાર્થી બાળકોની સંખ્યા આધારે મધ્યાહન ભોજન યોજનાના કેન્દ્રોને ઘઉં, ચોખા તથા અન્ય આવશ્યક તુવરદાળ, ચણાદાળ, મગદાળ, દેશી ચણા તથા કપાસિયા તેલ નો જથ્થો પુરો પાડવો.
  • એફ.સી.આઇ. અમદાવાદ, તથા જિલ્લા નાગરીક પુરવઠા નિગમ, ભરૂચ
    ને બિલોનું ચુકવણું.
  • જિલ્લા કક્ષાની  ૧  જિલ્લા કો-ઓર્ડીનેટરની ૧૧ માસ કરાર આધારીત ભરતી પ્રક્રિયા કરવી.
  • તાલુકા કક્ષાની  ૯  મધ્યાહન ભોજન યોજનાના સુપરવાઇજરની ૧૧ માસ કરાર આધારીત ભરતી પ્રક્રિયા કરવી
એમડીએમ

એમડીએમ

જીલ્લા એમડીએમ ઓફિસ, જીલ્લા સેવા સદાન, ભરૂચ

સંપર્ક કરો: + ૯૧૨૬૪૨૨૪૧૫૦૦ ઇમેઇલ: mdm-bha[at] gujarat [dot] gov [dot] in